Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ધાનપોર ગામે ભેંસો ચરાવવા બાબતે બોલાચાલી થતા મહિલાને ધારિયા નો હાથો મારનાર શખ્સ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં ભેંસો ચરાવવા બાબતે બોલાચાલી થતા એક મહિલાને ધારિયાનો હાથો મારનાર શખ્સ સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ પોલીસમાં જાણ કરનાર જશોદાબેન જયેશભાઈ પરમાર( રહે. ધાનપોર પરમાર ફળિયું )નાઓ એ ફરિયાદ કરતા જણાવ્યું કે ગામના બાબુભાઈ વસાવા કે જેઓ ભેંસો ચરાવવા ગયા હતા અને જશોદાબેન પોતે પણ ભેંસો ચરાવવા ગયા હોય ત્યાં એમની અને બાબુભાઈ ની ભેંસો ચરતી હતી ત્યારે બાબુભાઈએ તેમની ભેંસને મારતા જશોદાબેન કહેવા જતા ઉશ્કેરાયેલા બાબુભાઈએ જશોદાબેનને ધારિયાનો હાથો મારી નીચે ફેંકી દીધા હોય રાજપીપળા પોલીસે બાબુભાઈ સામે અટકાયતી પગલાં લીધા હતા

(10:23 pm IST)