Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

કમિટી રાતોરાત અસરગ્રસ્‍તોને મળી,તુરંત રિપોર્ટ સુપ્રત કરવા કવાયત

સીઆઈડી ક્રાઈમના આઇજી સુભાષ ત્રિવેદી, નશાબંધી વડા એમ.એ ગાંધી, એફએસએલ ડાયરેકટર એચ પી.સંઘવીને ત્રણ દિવસનો જ સમય આપ્‍યો છે, વિસ્‍તૃત માહિતી મેળવી : અસરગ્રસ્‍ત લોકોની શ્રેષ્‍ઠ સારવારની જવાબદારી એડી. ચીફ સેક્રેટરી હેલ્‍થને સુપ્રત કરતા મુખ્‍યમંત્રી, કેમિકલની હેરફેર પર હવે આઇબી વડા અનુપમસિંહ ગહેલોત ટીમ પણ બાજ નજર રાખશે : ૮ દિવસ સુધી રાજ્‍યભરમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસને ત્રાટકવા આશિષ ભાટિયા દ્વારા આદેશઃ લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમારને મોનીટરીંગ સુપ્રત

રાજકોટ,તા.૨૭:  બોટાદ અને અમદાવાદ જિલ્લામાં ૫૫ લોકોનો ભોગ લેનાર કેમિકલ કાંડ લોક ભાષામાં લઠ્ઠાકાંડને સર્જાયેલ પરિસ્‍થિતિ અને ધારાસભાની ચૂંટણી સમયે જ મહત્તમ બેઠકો હાંસલ કરવાની રણનીતિ સામે જડબુ ફાડી અચાનક ઊભી થયેલ આ ઘટના માટે રાજ્‍ય સરકાર દ્વારા નિમવામાં આવેલ સમિતિએ ભાવનગરમા સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત કરી તેની પાસેથી તમામ વિગતો એકઠી કરી ત્રણ દિવસમાં જ કમિટી પોતાનો રીપોર્ટ સુપ્રત કરનાર છે.

આ કમિટીમા લોકોમાં જેની સ્‍વચ્‍છ છબી છે તેવા સીઆઈડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીને અધ્‍યક્ષ બનાવવા સાથે સભ્‍ય તરીકે ભાવનગર શહેરના કમિશનર તરીકે યશસ્‍વી ફરજ બજાવનારા હાલના એસ.ટી.વિભાગ સાથે નશાબંધી વિભાગના વડા એમ.એ.ગાંધી તથા એફએસએલ વડા એચ.પી.સંઘવી જેવા કાર્યદક્ષ અધિકારીઓને સભ્‍ય બની મહત્‍વની જવાબદારી સુપ્રત કરવાના પગલે કમિટી બોટાદ જિલ્લાના ભોગ બનેલ ગામો અને અસરગ્રસ્‍તોની સારવાર ચાલે છે ત્‍યાં તાબડતોબ દોડી ગયેલ. તુરત આ સમિતિ દૂધનું દૂધ પાણીનું પાણી કરશે.                                   

અત્રે એ યાદ રહે કે આ લખાઈ છે ત્‍યાં સુધી ૫૫ લોકોના મોત નિપજયાનું ચર્ચાઈ રહ્યુ છે,જેના પગલે મુખ્‍ય મંત્રી દ્વારા તાકીદની બેઠક યોજી સમીક્ષા કરવામાં આવેલ.ગળહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ એડી.ચીફ સેક્રેટરી હોમ રાજ કુમાર, મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, રાજ્‍યના એડી.ચીફ સેક્રેટરી હેલ્‍થ તથા ગુજરાતના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર ઉપસ્‍થિત રહ્યા હતા ,ઉકત બેઠકમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્‍ત લોકોને સારામાં સારી સારવાર મળે તે  માટે મોનીટરીંગ કરવાની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી,જરૂર જણાયે વિશેષ મેડિકલ સ્‍ટાફ ફાળવવા પણ નિર્ણય કરવામાં આવેલ.                                     

 દરમિયાન વિવિધ શહેર જિલ્લાઓમાં ઘટના બાદ તુરત જે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પડી રહ્યા છે તેની પાછળ પણ મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચના કારણભૂત છે, એક સપ્તાહ સુધી આવા દરોડા રાજ્‍યભરમાં ચાલુ રહેવાના છે, અને આ દરોડા કાર્યવાહી ખરા અર્થમાં થાય છે કે કેમ તે જોવાની જવાબદારી મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રી અને મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્‍યના સ્‍વચ્‍છ છબી ધરાવતા એડી.ડીજી નર સિહમાં કોમારને સુપ્રત થયાનું પણ ટોચના સૂત્રો જણાવે છે.  રાજ્‍યમાં આવી પ્રવળત્તિઓ સાથે કેમિકલ હેરા ફેરી અંગે આઇબી વડા અનુપમ સિહ ગહેલોત ટીમને પણ જવાબદારી સુપ્રત કરી હોવાથી આઇબી દ્વારા પણ પોલીસની સમાંતર આવી વિગતો મેળવી ડીજી આશિષ ભાટીયાને સુપ્રત કરનાર છે.  આઈબી દ્વારા આ મામલો વિપક્ષો ઉછળશે તેવી પરફેક્‍ટ વિગતો આધારે જ ભાવનગર ખાતે રાજ્‍ય સરકારના મંત્રીઓ કેજરીવાલ ફેક્‍ટર સામે ડેમેજ કન્‍ટ્રોલ કરી શકવામાં સફળ રહ્યા હતા.

(11:30 am IST)