Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું ISE

બોર્ડ ધો.૧૨ નું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ

અમદાવાદ તા.૨૭ SGVP ઇન્ટરનેશનલ સ્કુલ અમદાવાદનુ ISE બોર્ડ ધો. ૧૨ નું પરિણામ ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે. જેમા સાયન્સમાં સ્કુલ પ્રથમ ધ્રુવિક રોહિતભાઇ, ટાંક શ્યામ ભાવેશભાઇ, વિરજા માતંગ રજનીકાંત અને બાવરવા પ્રિન્સ હર્ષદભાઇ.

કોમર્સ વિભાગમાં ઝાલા કિર્તન રણજીતસિંહ, પટેલ વેદ પરેશભાઇ, નંદાણીયા રવિકુમાર અને પટેલ લાભ શાળા પ્રથમ આવેલ છે.

સાયન્સમા ૯૦ ટકાથી વધુ ૪ અને કોમર્સમા ૯૦ ટકાથી વધુ ૪ તથા સાયન્સમાં ૮૦ ટકાથી વધુ ૬ અને કોમર્સમાં ૮૦ ટકાથી વધુ ૧૪ વિદ્યાર્થીઓ આવતા SGVP સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ તથા શાળાના પ્રિન્સીપાલ શ્રી પદ્માબેન કુમારે તમામ સફળ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.                 

 

(11:59 am IST)