Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રાજ્‍યસભાના સસ્‍પેન્‍ડેડ સાંસદો ૫૦ કલાક બેસી રહેશેઃ ગાંધી પ્રતિમા સામે વિરોધ

સંસદના આઠમા દિવસે આજે પણ વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ હંગામાને કારણે બંને ગળહોની કાર્યવાહી વારંવાર સ્‍થગિત કરવી પડી છે. આ સિવાય રાજ્‍યસભામાં ગઈકાલે સસ્‍પેન્‍ડ કરાયેલા ૧૯ સાંસદોનું ધરણા પ્રદર્શન પણ શરૂ થઈ ગયું છે. તે જ સમયે, કોંગ્રેસ પણ ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહી છે.

રાજ્‍યસભાના સસ્‍પેન્‍ડ કરાયેલા સાંસદોએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. તેઓ શુક્રવારે બપોરે ૧ વાગ્‍યા સુધી આગામી ૫૦ કલાક એકાંતરે ધરણા પર બેસશે.

રાજ્‍યસભામાંથી સસ્‍પેન્‍ડ કરાયેલા સાંસદો મહાત્‍મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ કરી રહ્યા છે.

(3:44 pm IST)