Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દાગીના મળી લાખનો કિંમતની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના પાણીગેટ કોટીયાર્ક નગરમાં રહેતા મહિલા ધારાશાસ્ત્રીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના ચાંદીના દાગીના મળી લાખોની કિંમતના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. જે ઘટના અંગે જાણ થતા સાથી ધારાશાસ્ત્રીના પતિએ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર એ.33 કોટીયાર્ક નગર પાણીગેટ ખાતે રહેતા સીનીયર મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણી  ગત 21 જુલોઈએ અમેરિકા ખાતે રહેતા દીકરાના ઘરે ગયા હતા. જેથી તોનું મકાન બંધ હાલતમાં હતું. ગત રોજ તેઓની સોસાયટીમાં રહેતા ભરત પાઠકે તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના ઘરના મુખ્ય દરવાજા નો નકુચો તૂટેલો છે. સાથે સાથે પહેલા માળે પણ રૂમનો દરવાજો ખુલ્લો છે. જે માહિતી મળતા મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણીએ તેઓના સાથી ધારાશાસ્ત્રી જયોતિકાબેન રાઉલજીને જાણ કરી હતી જેથી જયોતિકાબેન અને તેમના પતિ કમલેશભાઈ રાઉલજી માલતીબેનના ઘરે પહોચ્યા હતા. જ્યાં મકાનમાં પ્રવેશીને જોતા  ઘરમાં ચોરી થઇ હોવાનું જાણાતા પોલીસને જાણ કરી હતી.મકાનમાલિક અને મૂળ ફરિયાદી હાલ અમેરિકા હોય સાથી ધારાશાસ્ત્રીના પતિને ચોરીની ફરિયદ આપવાનું જણાવતા મકાનમાં તિજોરીમાં મુકેલા દાગીના ચોરી થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે કમલેશ રાઉલજીએ સોનાચાંદીના દાગીના જેની કુલ કિંમત 3 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી.

(5:22 pm IST)