Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વહેલી સવારે વડોદરા હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર શખ્સો ઈજાગ્રસ્ત

વડોદરા: હાઇવે ઉપર આજે પરોઢિયે બનેલા અકસ્માતના બનાવમાં પલટી ગયેલી કારમાં ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નજીકમાં ફાયર બ્રિગેડ નું ઇમરજન્સી સેન્ટર હોવાથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ મળી હતી અને તેને કારણે મોટી ખોવારી અટકી હતી. રાજન ગોસ્વામી તેમજ અન્ય ત્રણ યુવકો ગઈ રાતે આણંદ થી લાલ રંગની થાર કારમાં સુરત જવા નીકળ્યા હતા. વડોદરા ની ગોલ્ડન ચોકડી થી તેઓ આજવા ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે પરોઢિયે ચારેક વાગે કાર ચાલે કે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડીને પલટી ખાઈ ગઈ હતી. ધડાકા સાથે કાર પલટીને રસ્તાની નીચે નાળા માં ઉતરી ગઈ હતી. જેથી અંદર બેઠેલા ચારે જણા ઇજાગ્રસ્ત થયા હતા અને ફસાયા હતા. આ તબક્કે કારમાંથી એક જણ બહાર નીકળવા માટે કૂદી પડતા ઊંડા નાળામાં પડ્યો હતો અને ગળાડુબ પાણીમાં ફસાઈ ગયો હતો.

બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા નજીકના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાંથી સર સૈનિક પ્રભાતભાઇ અને ટીમના માણસો આવી ગયા હતા અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. તેમણે પાણીના નાળામાંથી રાજનભાઈને બહાર કાઢ્યા હતા તેમજ અન્ય ત્રણ જણાને પણ કારમાંથી બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.ઉપરોક્ત બનાવવા અંગે પોલીસે પણ કાર્યવાહી કરી છે.

(5:23 pm IST)