Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ટેકનોલોજીની કમાલ :ભાવનગરમાં મકાનને તોડ્યા વગર ત્રણ ફૂટ ઊંચું કરવામાં આવ્યું

ઘરમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવો હવે આસાન :અધ્યાધુનિક ટેકનોલોજી દ્વારા આખે આખું મકાન તોડયા વિના જ ઊંચું કરી શકાય

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર: ઘરમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો  મેળવવો હવે આસાન થયો છે .અધ્યાધુનિક ટેકનોલોજી દ્વારા આખે આખું મકાન તોડયા વિના જ ઊંચું કરી શકાય છે. ભાવનગર શહેરમાં ગુરુદેવ કન્ટ્રકશન દ્વારા આખા મકાન ની બિલ્ડીંગ ૩ ફૂટ ઊંચે કરવામાં આવી છે.

હાલના સમયમાં શેરીઓ કે બજારોમાં આરસીસી રોડ અથવા અન્ય રોડ બનવાના કારણે જે મકાનો છે તેનું લેવલ રોડ કે બજાર કરતા નીચું આવી ગયું હોય, જેના કારણે ચોમાસા દરમિયાન મકાનમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે આવા સંજોગોમાં આખે આખું મકાન તોડયા વિના જ જમીનના લેવલથી ઉંચુ લઈ શકાય છે, અધ્યાધુનિક ટેકનોલોજી અને જેક ની મદદથી આ શક્ય બન્યું છે આ અંગે માહિતી આપતા ગુરુદેવ કન્સ્ટ્રકશનના મુકેશભાઈ જણાવ્યું હતું કે હવે ભાવનગર માં પણ જેક થી આખું મકાન ઉંચુ કરી શકાશે. અમદાવાદની ગુરુદેવ કન્સ્ટ્રકશન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી બદલ તેમને અનેક એવોર્ડ પણ મળેલ છે.હાલમાં ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બેંક ઓફ બરોડાની શાખામાં હાલ આ કામ ચાલુ છે.23 વર્ષના આ કામના અનુભવી મુકેશભાઈ જણાવ્યું હતું કે મકાન ને કે બિલ્ડિંગ ને 11.50 ફૂટ ઊંચે લઈ જઈ શકાય છે. અત્યાર સુધી 6000 થી વધુ મકાનો આ રીતે ઊંચા લેવામાં આવ્યા છે .જેમાં  અમદાવાદમાં 500 થી વધુ મકાનો સહિત ગુજરાતમાં 1000 થી પણ વધુ  મકાનો ટેકનોલોજી લેવામાં આવ્યા છે. આ  ટેકનોલોજીથી પૈસા, સમય અને ખનીજ સંપત્તિ નો પણ બચાવ થાય છે. ૨૫થી ૩૦ દિવસમાં જ આ કામગીરી કરી શકાય છે.

(7:00 pm IST)