Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

કરજણ તાલુકાના ગામડાઓમાં દેશીદારૂની ભઠ્ઠીઓ પર દરોડા : 99 ગામમાં દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો

કંડારી, ગણપતપુરા, વેમાર, ગંધારા, ધાવટ, કરમડીમાં દરોડા :દેલવાડામાં ભાજપના સભ્યના વાડામાં પણ દારૂની ભઠ્ઠી ચાલતી હતી

વડોદરા કરજણ પોલીસનો દેશી દારૂના અડ્ડાઓ પર સપાટો બોલાવ્યો છે. કરજણ તાલુકાના 99 ગામમાં દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો છે. કરજણના દેલવાડામાં ભાજપના સભ્યના વાડામાં પણ દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ભાજપના સભ્યના વાડામાં ચાલતી દારૂની ભઠ્ઠીનો પણ નાશ કરાયો. કંડારી, ગણપતપુરા, વેમાર, ગંધારા, ધાવટ, કરમડીમાં દરોડા પાડવામાં આવ્યા. ગામડાઓમાં દેશીદારૂની ભઠ્ઠીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

(8:55 pm IST)