Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 70 હજાર કેસ દાખલ કરાયા : 134 ગુનેગારને તડીપાર કરાયા : ડીજીપી આશિષ ભાટીયા

પોલીસે કેમિકલ પી જનાર 2500થી વધુ લોકોને ગામડાઓમાં અંતરિયાળ ખેતરોમાં જઇને શોધ્યા હતા

અમદાવાદ :  દારૂકાંડની ઘટના બની તે અંગે આજે ગૃહ વિભાગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઘટનામાં જાવબાદાર કોઇને પણ બક્ષવામાં આવશે નહીં અને જવાબદોર સામે કડક પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસે આ ઘટનામાં 475 લિટર કેમિકલ જપ્ત કર્યું છે. અને તે બધા સામે કામગીરી થઈ રહી છે. પોલીસ તેમજ  સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા  ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 70 હજાર કેસ દાખલ કરવામાં  આવ્યા છે.   તેમજ  134 ગુનેગારને  તડીપાર કરવામાં આવ્યા છે.

પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે કેમિકલ પી જનાર 2500થી વધુ લોકોને ગામડાઓમાં અંતરિયાળ ખેતરોમાં જઇને શોધ્યા હતા. આ ઘટનામાં 475 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. તો ચાલુ વર્ષે દેશીદારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.

(10:09 pm IST)