Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

આમલી ગામના જંગલમાં યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલી ગામના જંગલમાં એક યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આમલી ગામે રહેતી કરુણાબેન વિરર્સિંગભાઈ વસાવા (૧૯)નાઓએ આમલી ગામના જંગલમાં જઈ ઝેરી દવા પી લેતા આ બાબતની જાણ તેના પરિવારજનો ને થતાં તેને રાજપીપળા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી હતી રાજપીપળા પોલીસે આ બાબતે નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:38 pm IST)