Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રાજપીપળા સહિત જિલ્લામાં દશામાતાના વ્રતની ગુરુવારથી ભક્તિભાવ પૂર્વક ઉજવણી થશે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુરુવારથી શરૂ થતા દશામાંના વ્રતની ખરીદી માટે રાજપીપળા માં દશામાંની પ્રતિમા ખરીદવા ગ્રાહકોની ભીડ જોવા મળે છે ત્યારે રાખડીની માફક આ વર્ષે દશા માતાની મૂર્તિઓના ભાવમાં પણ વધારો થવા છતાં આ આદિવાસી જિલ્લો હોવાના કારણે દશામાતા વ્રતનું ભારે મહત્વ હોય માતાજીની પ્રતિમા અને એમનો શણગાર ગમે એટલો મોંઘો થાય છતાં લોકો ભારે ઉત્સાહ અને શ્રદ્ધા પૂર્વક આ ઉજવણી કરે છે, હાલ રાજપીપળાના બજારોમાં દશામાતાની નાની મોટી 50 રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની પ્રતિમા દુકાનો માં વેચાણ થઈ રહી ત્યારે દસ દિવસ માતાજીની સ્થાપના બાદ વાજતે ગાજતે માતાજીનું રાત્રે જાગરણ કરી અગિયારમા દિવસે સૂર્યોદય પેહલા વહેલી સવારે કરજણ નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન થશે.

(10:39 pm IST)