Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જુનારાજની સગર્ભા મહિલાના ઘરની મુલાકાત લઈ PMJY કાર્ડ સાથે સમજ આપતા આરોગ્ય કર્મીઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સઘન કામગીરી કરી રહેલી નાંદોદ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ અનેકવાર આવા પ્રશંસનીય કામ કરે છે ત્યારે હાલમાં તાલુકાના જુનારાજ ગામની સગર્ભા મહિલા માટે પણ જરૂરી કામગીરી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા હેડવા ગામે જુનારાજથી આવેલ સગર્ભા માતા કે જેઓ શીકલસેલ પોઝિટિવ પણ છે તેમની તરોપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ દ્વારા મુલાકાત લઈ ઘરના સભ્યોને વધુ સારવાર માટે માર્ગદર્શન આપવાની સાથે સાથે સગર્ભા માતાનું પીએમજેવાય કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યું હતું. વરસતા વરસાદના વાતાવરણમાં પણ પોતાની ફરજના ભાગરૂપે આ આરોગ્ય ટીમના કર્મચારી માં જયેશભાઈ બારોટ તેમજ અજયભાઈ ભગત દ્વારા ઉમદા કામગીરી બજાવવામાં આવી રહી છે.

(10:41 pm IST)