Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

પ્રતાપનગર ગામની હાઈસ્કૂલમાં e-FIR,મહિલા જાગૃતિ તેમજ સાયબર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાત પોલીસની eFIR સેવાનો પ્રારંભ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પોલીસને આધુનીક બનાવવાના પ્રયાસના ભાગરૂપે થયો છે ત્યારે આ માટેની તાલીમ નર્મદા જિલ્લાના તમામ પો.સ્ટે.નાં સ્ટાફ ને આપવામાં આવી છે સાથે સાથે આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો કરવા પણ સૂચના અપાઈ હોય જેના ભાગરૂપે પ્રતાપનગરની હાઈસ્કૂલ માં e-FIR, સાયબર ક્રાઇમ તેમજ મહિલા જાગૃતિ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની શ્રી એસ.આર. અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે માં e-FIR, સાયબર ક્રાઇમ તેમજ મહિલા જાગૃતિ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમા રસ પૂર્વક વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો.

(10:45 pm IST)