Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી ; અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે

ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકયો :28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

અમદાવાદ: રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો છે જ. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે.

(11:17 pm IST)