Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગાંધીનગરમાં હાથીની અંબાડી પર બંધારણ યાત્રા : રૂપાલાની હાજરી

રાજકોટ : ગઇકાલે સંવિધાન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા આયોજિત યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સહિતના અગ્રણીઓ જોડાયલ. હાથીની અંબાડી પર સંવિધાન મૂકી સન્માનપૂર્વક યોજાયેલ યાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં સુરેન્દ્રનગરમાં યોજાયેલ સંવિધાન ગૌરવયાત્રા પ્રસંગે પોતે હાજર હતા તે યાદ શ્રી રૂપાલાએ વર્ણાવી હતી. ગઇકાલની યાત્રા પ્રસંગે જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી રજની પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)