Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર તથા ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ ૬ ડિસેમ્બર

ઉમેદવારોને પ્રથામવર્ગના મેજીસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના થતા સોગંદનામાં ના બદલે એકરારનામાં કરવાની સૂચના

ગાંધીનગર : રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્‍્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજવા તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ જાહેરાત કરી ચૂંટણી કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૦૪/૧૨/૨૦૨૧ અને ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૦૬/૧૨/૨૦૨૧ છે.

રાજ્ય ચૂંટણી આયોગના સંદર્ભ દર્શિત પત્રના પારા-૧ થી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત-દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે પ્રથમવર્ગના મેજીસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના થતા સોગંદનામાના બદલે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું કરવાની સૂચના આપવામાં આવેલ છે.

પ્રસ્‍તુત બાબતે જણાવવાનું કે, ઉમેદવારીપત્ર ચકાસણી કરવાની તારીખના રોજ સોગંદનામાના બદલે નિયત નમૂનામાં સાદા કાગળ ઉપર રજૂ કરવામાં આવેલ એકરારનામામાં જો કોઈ ક્ષતિ રહી ગયેલ હોય તો ઉમેદવાર સુધારેલ એકરારનામુ રજૂ કરી શકશે જે બાબત ધ્યાને લેવા વિનંતી છે. તેમ જે સી બ્રહ્મભટ્ટ સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરની યાદી માં જણાવ્યું છે

(8:00 pm IST)