Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વાપી નગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી બેઠકોની કાલે પેટા ચૂંટણીઓ

વાપી નગરપાલિકાની ૧ બેઠક બિનહરીફ : નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૩ બેઠકો ઉઓર સામાન્ય ચૂંટણી : હારીજ તા. પં. ની સાંકરા તથા ખેરાલુ તા. પં. ની ડાલીસના બેઠકો માટે ઉમેદવારી ફોર્મ રજૂ નહીં થતા આ બેઠકો ખાલી થયેલી

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી તા.૨૮-૧૧-ર૦૨૧ના રોજ યોજવા તા.૦૧-૧૧-૨૦૨૧નાં રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે.

વાપી નગરપાલિકાની ૧ બેઠક બિનહરીફ થયેલ છે. વાપી નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૩ બેઠકો પર સામાન્‍ય ચૂંટણી યોજાનાર પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયતની ૧૨-સાંકરા તથા મહેસાણા જિલ્લાની ખેરાલુ તાલુકા પંચાયતની ૭-ડાલીસણા બેઠક માટે ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ ન હોઇ આ બેઠકો ખાલી રહેલ છે.

તા. ૨૮-૧૧-૨૦૨૧ના રોજ સામાન્‍્ય/ પેટા ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ,તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે તા.૨૬-૧૧-૨૦૧૬ના આદેશ કમાંક: રાચઆ-ચટણ-સ્થા.સ્વ.૨૫-૧૧૨૦૧૬-ક, થી નક્કી કરેલ ૧૪ (ચૌદ) ફોટો સાથેના દસ્તાવેજી પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે.

જે મતદાન મથકો પર મતદાન થવાનું છે, તે પૈકી સંવેદનશીલ મતદાન મથકો છે તેવા મતદાન મથકો પર મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ/પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણીઓમાં કોવિડ-૧૯થી સંક્રમણ ન ફેલાય તે માટે પૂરતી વ્યવસ્થા કરેલ છે. નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય/ પેટા ચૂંટણીઓ સંપૂર્ણપણે ન્યાયી, મુક્ત રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી નેમ વ્યક્ત કરતા રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના મતદારોને અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરે છે. રાજ્ય ચૂંટણી આયોગ તથા જિલ્લાના વહીવટી તંત્રે સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદારો પોતાની પસંદગી મુજબ મતદાન કરી શકે તે માટે તથા શાંતિપૂર્વક, એખલાસભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વનાં અભિયાનમાં રાજકીય પક્ષો આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી રાજ્ય ચૂંટણી આયોગ શ્રધ્ધા વ્યકત કરે છે.

તા.૨૮-૧૧-૨૦ર૧ના રોજ યોજાનાર ચૂંટણી હેઠળના સ્વરાજ્યના એકમોની વિગતો પ્રાથમિક અંદાજ પ્રમાણે નીચે મુજબ છે.

(8:12 pm IST)