Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગુજરાતમાં ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં ર૮ ટકાનો ચિંતાજનક વધારો

સતત દોડી રહી છે ૧૦૮ સેવાઃ ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન દર ૮ મિનિટે ઇમરજન્સી કોલ : છેલ્લા ર મહિનામાં ડિસેમ્બર-ર૦ તથા જાન્યુઆરી-ર૧ ના ૭,૯૭૩ કેસની તુલનાએ આ વર્ષે વધીને ૧૦,ર૦૭ સુધી પહોંચ્યા

અમદાવાદ, તા.૨૮: ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. ત્યારે એવામાં ધીરે-ધીરે હાર્ટ એટેકના કેસો પણ સતત વધી રહ્યાં છે. ત્યારે ચ્પ્ય્ત્ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં ૩૮ ટકાનો જ્યારે રાજ્યભરમાં ૨૮ ટકાનો ભયજનક વધારો નોંધાયો છે.

અમદાવાદમાં ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીના ૨,૩૩૦ કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં ૩,૨૧૧ કેસ નોંધાયા છે. જેમાં ૩૮ ટકા નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ૨ મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં ૭,૯૭૩થી ૧૦,૨૦૭ સુધી એટલે કે ૨૮ ટકા નો વધારો નોંધાયો છે. ત્યારે ગણતરીથી એવું જાણવા મળી રહ્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, ચ્પ્ય્ત્ ૧૦૮ને દર આઠ મિનિટે ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે કોલ આવતા હતા.

કાર્ડિયાક સર્જન ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે, આ શિયાળામાં તેઓ એક દિવસમાં લગભગ ૮થી ૧૦ જેટલી સર્જરી કરી રહ્યાં છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે આ સમય દરમિયાન તેઓને એનજાઇના અને રકત પરિભ્રમણની સમસ્યા થાય છે. ઘણીવાર, નાગરિકો આ સમયગાળા દરમિયાન સવારમાં ચાલવા કે કસરત કરવા જતા હોય છે. પરંતુ હું મારા દર્દીઓને એવી સલાહ આપીશ કે જ્યારે બહારનું વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય ત્યારે બહાર જવાનું ટાળવું. સૂર્યોદય બાદ કસરત કરવાની હું ભલામણ કરું છું. કારણ કે ઠંડીના કારણે સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકુચિત બની સાંકડી થઈ શકે છે.

સામાન્ય રીતે નાની ઉંમરના બાળકો હાર્ટ એટકનો બનાવ જોવા મળતો નથી. બાળકોમાં ૦.૧ ટકા અને એડલ્ટમાં ૨ થી ૩ ટકા કેસ જોવા મળે છે.પણ બાળકોના અપવાદ રૃપ કિસ્સા હોય છે.જેમ કે જે બાળકનો હૃદયનો વાલ્વ પહેલેથી જ નબળો હોય અથવા તો હૃદયની નીચેનો પડદો જાડો થઈ ગયો હોય અથવા હૃદયને લગતી અન્ય તકલીફ હોય એવાં બાળકોમાં હાર્ટ એટેક આવે એવું કદાચ જોવા મળી શકે છે. ત્યારે બની શકે કે શિયાળામાં ઠંડીના કારણે આવાં બાળકોને હાર્ટ એટેક આવી શકે.

આપણે નાની ઉંમરથી બાળકોમાં જે તણાવ આપી રહ્યાં છીએ એની માટે વાલીઓ અને શિક્ષકોએ આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો છે. અત્યારના સમયમાં આપણે બાળકોમાં સ્પર્ધા ઊભી કરી રહ્યાં છીએ પરંતુ ખરેખર એવું ના હોવું જોઈએ. જેમ કે નાનપણથી જ આપણે તેની પર પ્રેશર કરતા હોઇએ છીએ કે તારે ડોકટર બનવાનું છે કે પછી એન્જીનિયર બનવાનું છે. ત્યારે શિક્ષણનો આવો બોજો અત્યારથી તેની પર ન આપવો જોઈએ. કારણ કે આ પ્રકારનું પ્રેશર બાળકોના માનસિક વિકાસ અને તંદુરસ્તી પર સીધી અસર કરે છે.

(3:17 pm IST)