Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગાંધીનગરના બે કોંગી કોર્પોરેટરોના રાજીનામાઃ કોર્પોરેશન કોંગ્રેસમુકત

કુલ ૪૪માંથી ૪૧ ભાજપના ચૂંટાયેલા : ૧ આપના, ર કોંગ્રીનાઃ હવે ભાજપના ૪૩

આપ્‍યાં છે તેમજ તમામ જવાબદારીમાંથી પોતાને મુક્‍ત કરી દીધા છે. બંનેએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલને રાજીનામા લખ્‍યાં છે. તેઓ ભાજપમાં જોડાય તેવા વાવડ છે.

ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૪૪ કોર્પોરેટર છે, જેમાં ૪૧ ભાજપના, ૨ કોંગ્રેસના અને એક AAPનો કોર્પોરેટર છે. હવે   ૨ કોંગ્રેસ કોર્પોરેટરે રાજીનામા આપતા વિપક્ષમાં AAPનો એક જ  કોર્પોરેટર બચ્‍યો છે, હવે એ રાજીનામું આપે  તો ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ઇતિહાસ સર્જાશે અને GMC  વિપક્ષમુક્‍ત થઈ જશે. જો આવું થશે તો કદાચ ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશન દેશમાં પહેલી એવી મહાનગરપાલિકા બનશે જેમાં વિપક્ષની અસ્‍તિત્‍વ જ નહીં હોય.

(4:42 pm IST)