Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગુજરાત ગૌણ પસંદગી દ્વારા જુનિયર કલાર્ક સહિત 22 કેડરની ભરતી પરીક્ષાના કોલ લેટર જાહેર

1થી 8 એપ્રિલ સુધી પરિક્ષા યોજાશેઃ મંડળની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. તેથી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોટર્લ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ છે.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા માહિતી આપવામા આવી કે, જુનિયર ક્લાર્કની સાથે સાથે સીનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસટન્ટ સહિતના અન્ય પદો માટે સીસીઈ પરીક્ષા લેવામા આવનાર છે. ત્યારે આ પરીક્ષાના કોલ લેટર જાહેર કરી દેવાયા છે. સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પરથી ઉમેદવારોને કોલલેટર મળી જશે.

આ સાથે જ મંડળ દ્વારા જણાવાયું કે, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાશે. પરીક્ષા દરરોજ 4 શિફ્ટમાં કંડક્ટ કરાશે. પરીક્ષામાં સામેલ થવા જઈ રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે હોલ ટિકિટની સાથો સાથ એક વેલિડ ફોટો આઈડી કાર્ડ પણ જરૂર લઈને આવે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષામાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.

કોલ લેટર મેળવવા શુ કરશો

    કોલ લેટર મેળવવા માટે સૌથી પહેલા  gsssb.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ

    હોમપેજ પર કોલ લેટર સેક્શન પર ક્લિક કરો

    નવુ પેજ ખૂલશે, તેમાં લિંક પર ક્લિક કરો.

    GSSSB/202324/212 - Gujarat Subordinate Service, Class-3 (Group - A and Group - B) Combined Exam. પર ક્લિક કરવું

    અહી પોતાનો નંબર નાખીને લોગી ઈન કરો અને સબમીટ કરો, જેથી તમારુ એડમિટ કાર્ડ આવી જશે.

    તેને ડાઉનલોડ કરી લેવું.

પરીક્ષાની મહત્વની માહિતી

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

(6:34 pm IST)