Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શ્રીલંકામાં ચોમાસાની શરૂઆત થતા પાંચ દિવસમાં કેરળમાં વરસાદ થશે બાદમાં ગુજરાતનો વારો

પવનની પેટર્ન અને હવામાનમાં થયેલ ફેરફારને કારણે 20 જુન સુધીમાં ગુજરાતમાં વરસાદ થશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્‍યમાં આ વર્ષે ચોમાસુ 10 જુનથી આસપાસ બેસવાની શક્‍યતા હતા. પરંતુ પવનની પેટર્ન બદલતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછુ અને બફારો વધુ થવાથી હવામાન ખાતાની આગાહી મુજબ 20 જુન સુધીમાં ગુજરાતમાં વરસાદ પડશે. શ્રીલંકામાં ચોમાસાની શરૂઆત થતા પાંચ દિવસમાં કેરળમાં વરસાદ થયા બાદ ગુજરાતમાં વરસાદ પડશે.

હાલ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછુ થયુ છે, પરંતુ બફારો વધ્યો છે, જેને કારણે હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલુ હતું, જેને કારણે લોકોમાં ચોમાસાની પ્રતીક્ષા વધી ગઈ હતી. પરંતુ આ વચ્ચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, ચોમાસાના વહેલા આગમનની હાલ કોઈ શક્યતા નથી.

હવામાન ખાતાની આગાહી મુજબ, 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા છે. અગાઉ 10 જૂને વરસાદના આગમનનો વરતારો હતો. પરંતુ પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન બદલાતા હવે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે. પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી.

અપડેટ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે. જેથી આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. આ વર્ષે 5 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે. પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.

(4:58 pm IST)