Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ ઝડપે જતા ટેન્કર ચાલકે ઉભેલ ટ્રકને હડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ : નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવેલા સલુણ જોષીપુરા નજીક એક ટાયર ફાટી જતા ચાલકે ટ્રકને રોડની સાઈડે ઊભી રાખી હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે પોતાની ટેન્કર ધડાકાભેર ટ્રક પાછળ આવતા ટેન્કર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

મહેસાણા જિલ્લાના કઠિયારા ખાતે કાળુસિંહ જુવાન સિંહ ચાવડા રહે છે. તેઓ પોતાની ટ્રક લઈ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા હતા. તે દરમિયાન નડિયાદ નજીક સલુણ જોષીપુરા સીમમાં ટ્રકનું ટાયર ફાટતા ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી હતી. દરમિયાન વહેલી પરોઢે પૂર ઝડપે આવતા એક ટેન્કર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ રીતે ગફલત ભરી રીતે હંકારીને સાઇડમાં ઉભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. જેથી ટેન્કર ચાલક વૈધપ્રકાશ ઓમ પ્રકાશ યાદવ (ઉંમર વર્ષ ૩૨)ને શરીરે ગંભીર ઇજાઓ થતાં. ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ હાઇવે પેટ્રોલિંગ ટીમને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ નડિયાદ રેલવે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટેન્કર કેબિનમાં તપાસ કરતાં જરૂરી કાગળો મળી આવ્યા હતા. 

(6:07 pm IST)