Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરત કોર્પોરેશનમાં નોકરી કરતી યુવતીને લોન આપવાની લાલચ આપી ભેજાબાજે 1.42 લાખ ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત આચરતા પોલીસ ફરિયાદ

સુરત: સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનના યુ.સી.ડીમાં નોકરી કરતી યુવતીને ગર્વમેન્ટ મુદ્રા લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. 1.42 લાખ ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત કરનાર અજાણ્યા ભેજાબાજ વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનના યુ.સી.ડીમાં નોકરી કરતા ખુશાલી વિરજી ચોપડા (ઉ.વ. 25 હાલ રહે. ખોડિયાનર નગર સોસાયટી, નાના વરાછા અને મૂળ. રાણીગામ, તા. ગારિયાધાર, જિ. ભાવનગર) એ સોશ્યિલ મિડીયા પર ગર્વમેન્ટ મુદ્રા લોનની જાહેરાત જોઇ તેમાં જણાવેલા કોન્ટેક નંબર પર કોલ કર્યો હતો. જેમાં વાતચીત દરમિયાન કોલ રિસીવ કરનાર ખુશાલી પાસેથી વ્હોટ્સએપ પર જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. ત્યાર બાદ અલગ-અલગ ચાર્જીસના નામે ટુક્ડે-ટુક્ડે રૂ. 1.42 લાખ કોટક મહેન્દ્રા બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા પરંતુ લોન મંજૂર કરાવી ન હતી.

(6:08 pm IST)