Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરા:માંજલપુર વિસ્તારમાં એપાર્ટમેન્ટના દરવાજા પાસેથી શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા:શહેરના માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ એસ.ઓકટેપ ફ્લેટના દરવાજા પાસેથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસે વધુ તપાસ આરંભી છે. આ અંગેની વિગત એવી છે કે ,પાદરા ખાતે રહેતા જેન્તીભાઈ પઢીયાર કલાલી ચાણક્ય નગરીની બાજુમાં એસ.ઓકટેપ ફ્લેટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેમને ફ્લેટના મુખ્ય દરવાજાની બાજુમાં તાજુ જન્મેલુ બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું .જેથી તેમણે સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક રહીશોને જાણ કરી હતી. બાળકને જન્મ આપ્યા બાદ છુપાવવાના પ્રયાસે કૃત્ય આચર્યું હોવાનું અનુમાન હોય અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(6:11 pm IST)