Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેના નાં અધ્યક્ષસ્થાને ૯૧ બહેનોને નિમણૂકના હુકમો આપવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતર માં આંગણવાડી ના  કાર્યકર અને તેડાગર ની ઓન લાઈન ભરતી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યૂષા બેન વસાવા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ના કોન્ફરન્સ હોલ માં 91 બહેનો ને નિમણુક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ માં શ્રદ્ધા બેન બારીયા ,  મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ ચેરમેન ની પ્રેરક ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમ માં કારોબારી સમિતિ ના ચેરમેન મમતાબેન તડવી તથા રસમિતા બેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા છે. 

પ્રસંગ ને અનુરૂપ પોતાના ઉદભોદન માં શ્રદ્ધા બેન બારીયા એ નવ નિયુક્ત કાર્યકર અને હેલ્પર બહેનોને શુભેચ્છાઓ પાઠવતા સગર્ભા, ધાત્રી માતાઓ , બાળકો ના સર્વાગી વિકાસ માટે કામગીરી કરવા માટે માગદર્શન પૂરું પાડ્યું. ખાસ કરી ને નર્મદા જિલ્લો અસ્પિરેશનલ જિલ્લો હોય સગર્ભા, ધાત્રી અને બાળકો ની ખાસ કાળજી રાખી જિલ્લા ને સૂપોષિત કરવા ની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસ બાળકો ને અભ્યાસક્રમ મુજબ આપવામાં આવે તે માટે સતત પ્રયાસ કરવા અનુરોધ કર્યો.ભારતીય જનતા પાર્ટી પણ સૂપોષન માટે કટિબદ્ધ છે અને જિલ્લા માં બાળકો ને પોષણ કીટ અને આરોગ્ય તપાસ બાળકો ની થઈ શકે તે માટે પ્રયત્નશીલ છે

પર્યુષા બેન વસાવા એ પોતાના પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું કે નર્મદા જિલ્લો આદિજાતિ અને એસ્પિરેશનલ જિલ્લો હોય નાના બાળકો ના આરોગ્ય અને  પોષણ જળવાઈ રહે અને  શિક્ષણ મળી રહે તે માટે કામગીરી કરવા હાંકલ કરી. સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય અન પોષણ વિશે જાણકારી આપવી તથા બાળકો માં અને માતાઓ ની તંદુરસ્તી તથા પોષણ સ્તર માં સુધારો કરવા માટે પ્રયાસ રત રહેવા માટે સૂચન કર્યું. સોપવામાં આવેલ તમામ કામગીરી નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરવા જણાવ્યું આંગણવાડી ના બહેનો ખરેખર માં માતા યશોદા બની ને બાળકો ને સાર સંભાળ રાખે છે.નાના બાળકો માટે માતા યશોદા બનીને સંભાળ રાખવા ની છે. વિવિધ યોજનાઓ નો લાભ આંગણ વાડી ના લાભાર્થીઓ ને સમયસર મળી રહે તે માટે ખાસ કાળજી રાખવી.

ઉપસ્થિત તમામ બહેનો ને પ્રમુખ પર્યુશા બેન વસાવા , વિવિધ સમિતિઓ ના ચેરમેન,સભ્ય, પ્રોગ્રામ ઓફિસર વિવિધ ઘટક ના બાળ વિકાસ યોજના અધિકારી, કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

(11:28 pm IST)