Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

બોટાદ ઝેરી દારૂકાંડના મુખ્ય બે આરોપીઓના 6 દિવસના રિમાનડ મંજૂર

બોટાદમાં ઝેરી દારૂના લીધે છેલ્લા 48 કલાકમાં 55થી વધુ લોકોના મોત:હજુ 97થી વધુ લોકો સારવાર હેઠળ : મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા .

અમદાવાદ : બોટાદમાં ઝેરી દારૂના લીધે છેલ્લા 48 કલાકમાં 55થી વધુ લોકોના મોત નિપજ્યા છે,હજુપણ 97થી વધુ લોકો સારવાર હેઠળ છે હજુપણ મૃૃત્યુઆંક વધી શકે છે. આ લઠ્ઠાકાંડ બાદ પોલીસ સત્વરે એકશનમાં આવીને  બૂટલેગરો પર તવાઇ બોલીવી છે, અને દેશીદારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે.

 આ ઘટના મામલે પણ સરકાર હરકતમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ કેમિકલકાંડ મામલે 10 દિવસમાં ચાર્જશીય દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે.  બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ  મંજૂર કર્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે   દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ હાલ સક્રીય થઇ ગઇ છે.

 

(10:49 pm IST)