Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

બીએસએફમાં પસંદગી પામેલ જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દ્ર પ્રતાપસિંઘ પવારને તાકીદે રીલીવ કરવા દિલ્હીથી ગુજરાતના ચીફ સેક્રેટરીને પત્ર પાઠવ્યો

ગુજરાત કેડરના રાકેશ આસ્થાનાં, અજયકુમાર તોમર, જીએસ મલિક માફક મૂળ સૌરાષ્ટ્ર ગુુજરાતના આઇજી પિયુષ પટેલને પણ બીએસએફમાં દેશ સેવાની તક મળી હતી

રાજકોટ તા.૨૮: જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દ્ર પ્રતાપસિંહ પવાર બીએસએફમાં પસંદ થતાં તેઓને તુરંત રીલિવ કરવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને જણાવ્યું છે.

૫ વર્ષ માટે બીએસએફ સુધી જેમનો ડેપ્યુટેશન પીરીયડ રહેશે તેવા આ ૨૦૦૫ બેંચના આઇપીએસની ડીઆજી દરજ્જે બીએસએફમાં તેમની સેવા ઝડપથી મળી શકે તે માટે તુરંત રિલીવ કરવા જણાવાયું છે, તેમને પોસ્ટીંગ કયા આપવું તે તેઓ હાજર થયા બાદ નિર્ણય લેવામાં આવશે.

બીએસએફ અને ગુજરાત કેડર જાણે એક બીજાના પુરક હોય તેમ હાલ દિલ્હીના પોલીસ કમિશનર પદે કાર્યરત એવા મૂળ ગુજરાત કેડરના રાકેશ આસ્થાનાં સમગ્ર દેશના બીએસએફ વડા તરીકે નિયકુત થયેલ

યોગનુંયોગ ગુજરાત ફ્રન્ટીયર વડા તરીકે મૂળ ગુજરાત કેડરના કાર્યૅદક્ષ આઇપીએસ જી.એસ.મલ્લિક સેવા આપી રહ્યા છે. જેઓને બીએસએફમાં ટુંક સમયમાં મહત્વની જગ્યાએ મૂકવામાં આવે તેની ચર્ચા છે, વાત અહીથી પૂર્ણ થતી નથી જી.એસ.મલ્લિક પહેલા ગુજરાત સહિત રાજસ્થાનના વડા તરીકે સુરતના લોકપ્રિય પોલીસ કમિશનર અજયકુમાર તોમર કાર્યરત હતા આતો આપણે ગુજરાત કેડરના બહારના રાજયના અધિકારીઓની વાત કરી પણ ગુજરાત કેડરના અને મૂળ ગુજરાત સૌરાષ્ટ્રના વતની એવા આઇજી સિનિયર આઇપીએસ પિયુષ પટેલને પણ ૪ વર્ષ સુધી બીએસએફમાં દેશ સેવાની તક સાપડેલ તેની ખાસ નોંધ વગર આપણી વાત અધૂરી રહે છે.

ટૂકમાં કહીએ તો બીએસએફ જેવી ખૂબ મહત્વની અને જવાબદારી સાથે દેશ સેવા માટે ઉતમ કહેવાય તેવા નાના મોટા સ્થાન પર ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓ પસંદ પામે તે ગુજરાત માટે પણ ગૌરવરૃપ બાબત છે.

(3:31 pm IST)