Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

ડીસા-ધાનેરા હાઇવે પર બસ સ્ટેન્ડ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરેલ ડાલુ ઝડપી પાડ્યું

ડીસા:ધાનેરા હાઇવે પર ઝેરડા ગામના બસ સ્ટેન્ડ પાસે  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૃ ભરેલું ડાલું ઝડપી લીધું હતું.પોલીસે કુલ રૃપિયા ૬.૬૧ લાખ  ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાતમી આધારે ઝેરડા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલા બોલેરો જીપ ડાલાને રોકાવી તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૃની ૨૮૬૮ બોટલ કિંમત રૃપિયા ૩,૪૯,૯૨૦ મળી આવી હતી. પોલીસે ડાલામાં બેઠેલ અરજણરામ મગારામ રબારી (રહે.સાચોર), રમેશ કૃષ્ણરામ રબારી (રહે.સાચોર)ની અટકાયત કરી હતી.

બંનેની પૂછપરછમાં તેમણેે જણાવ્યું હતું કે, આ દારૃ સાચોરના બુટલેગર લક્ષ્મણરામ વિરમારામ રબારી (રહે.નાગવડી, સાંચોર)એ ભરાવ્યો હતો અને ગુજરાતમાં કે જેનો નંબર આપે ત્યાં પહોંચાડવાનો હતો. જેથી પોલીસે સ્ટેટ મોડલિંગ સેલની ટીમે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દારૃ સહિત કુલ રૃપિયા ૬,૬૧,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી આ દારૃ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)