Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

ખેડા ધોળકા હાઇવે પર ક્લીનર બે ટ્રક વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

નડિયાદ : ખેડા ધોળકા રોડ રસિકપુરા ગામની સીમમાં ટાંચણ કરેલ ટ્રક પાછી પડતા ક્લીનર બે ટ્રક વચ્ચે આવી જતાં ગુપ્ત ભાગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ક્લીનરનું અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ હતું. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશના નવાપુરા ખાતે કમરૂદ્દીન વલી મહંમદ મન્સૂરી રહે છે. તેઓને સંતાનમાં બે દીકરા હતા. જે પૈકી મોટો દીકરો દરવેશ (ઉ.વ.૧૮) કૌટુંબિક કાકા સોક્તખા ચાંદખા (પીંજારા) ના દીકરા યુનુસની ટ્રક ઉપર છેલ્લા એક વર્ષથી કંડક્ટરી કરતો હતો. યુનુસ સોક્તખાનની ટ્રક બંધ પડી જતાં બીજી ટ્રકથી ટાંચણ કરી ધક્કો મારતા હતા. 

દરમિયાન દરવેશ બંને ટ્રકની વચ્ચે હતો. આ વખતે યુનુસની ટ્રક પાછી પડતા યુનુશે બ્રેક ન મારતા દરવેશ ને કમરના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દરવેશને સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કમરૂદ્દીન મન્સૂરીની ફરિયાદના આધારે ખેડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)