Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં શ્રમજીવીની 10 વર્ષની પુત્રી સાથે 17 વર્ષીય તરુણે દુષ્કર્મનો પ્રયાસ કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં શ્રમજીવીની ધો.5 માં અભ્યાસ કરતી 10 વર્ષની પુત્રીનો હાથ પકડી ઘરની બાજુના રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી નજીકમાં હળપતિવાસમાં રહેતા 17 વર્ષના તરુણે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો. બનાવ બાદ બાળકીએ પિતા પાસે જઈ રડતા સમગ્ર હકીકત વર્ણવતા પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીને સાથે રાખી તેને શોધી કાઢી અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં પત્ની-ત્રણ પુત્રીઓ સાથે રહેતા 35 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીની ધો.5 માં અભ્યાસ કરતી સૌથી મોટી પુત્રી ગતસાંજે તેની પાસે આવી ત્યારે ગભરાયેલી હતી. શ્રમજીવીએ પુત્રીને બેટા જમવાનું બાકી છે કે નથી ખાધું તેવું પૂછતાં જ બાળકી રડવા માંડી હતી.આથી શ્રમજીવીએ તેને વ્હાલથી પૂછતાં બાળકીએ જણાવ્યું હતું કે તેમના ઘર નજીક હળપતિવાસમાં રહેતો એક છોકરો તેની પાસે આવ્યો હતો અને અહીં આવ કહી હાથ પકડી તેના ઘરની બાજુના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં દરવાજો અંદરથી બંધ કરી છોકરાએ બાળકીના શરીરે હાથ ફેરવી કીસ કર્યા બાદ બંને હાથ પકડી લેગીશ ઉતારવા કોશિશ કરતા બાળકીએ ગભરાઈને બુમાબુમ કરી હતી.આથી તે દરવાજો ખોલી ભાગી ગયો હતો.

(5:40 pm IST)