Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

વડોદરામાં પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરાઃવડોદરાની એક પરિણીતાને લગ્નના એક જ મહિનામાં પતિનો વરવો અનુભવ થયો હતો.પતિની પ્રેમિકા તરીકે એક યુવતીએ વાત કરતાં પત્ની ચોંકી ઉઠી હતી.આખરે પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન માર્ચ-૨૦૧૯માં સમતા પોલીસ ચોકી પાછળ રહેતા યુવક સાથે થયા હતા.લગ્ન પહેલાં એક બીજાને પસંદ કરવા માટે મીટિંગ રાખી ત્યારે યુવકે કોઇ વ્યસન કે કોઇ છોકરી સાથે સબંધ નહિં હોવાનું કહ્યું હતું.પરંતુ લગ્નના એક જ મહિનામાં એક યુવતી ઘેર આવી હતી અને તેણે હું સ્યુસાઇડ કરી લઇશ..તારૃં નામ લખી દઇશ..તેમ કહેતાં મને આઘાત લાગ્યો હતો.

આ અંગે મેં મારા પતિને પૂછતાં તેણે કહ્યું હતું કે,મારા જીવનમાં તારૃં જ અસ્તિત્વ છે.યુવતી મારી પાછળ પ્રેમમાં પાગલ છે.ત્યારબાદ મારો પતિ દારૃ પણ પીતો હોવાનું જણાઇ આવતાં સાસુને કહ્યું તો તેણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો.

પરિણીતાએ કહ્યું છે કે,ગઇ તા,૨૯મી એપ્રિલે મારા પર યુવતીનો ફોન આવ્યો હતો અને હું તારા પતિ સાથે ૧૦ વર્ષથી પ્રેમમાં છું તેમ કહી હોળી-ધૂળેટીએ અમે બંને તેના ઘરમાં જ હતા તેમ કહ્યું હતું.આ ઉપરાંત સાસુ અને નણંદે પતિને ઉશ્કેરી દહેજ માટે માંગણી કરી હતી.મહિલા પોલીસે આ અંગે પતિ,સાસુ અને  નણંદ સામે ગુનો નોંધ્યો છે.

(5:41 pm IST)