Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

અમદાવાદ:ગોમતીપુરામાં લગ્નની લાલચ આપી મામાએ ભાણકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી

અમદાવાદ: સભ્ય સમાજ માટે લાંછનરૃપ કિસ્સો ગોમતીપુરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં માતાના મામાના દિકરાએ લગ્નની લાલચ તથા પિતા અને ભાઇના મારવાની ધમકી આપીને અવાર નવાર સગીરવયની બહેન સાથે દુષ્કર્મ આચરતા સગીરા સગર્ભા બની હતી આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે  ગોમતીપુર  વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૨માં  અભ્યાસ કરતી ૧૬  વર્ષની સગીરાએ તેના માતાના મામાના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે સગીરા તેના મામાના ઘરે આવતી જતી હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા અને વાતચીત કરતા હોવાથી આજથી દોઢ વર્ષ પહેલા યુવકે  પ્રેમ સબંધ બાંધવાની વાત કરી હતી તો સગીરાએ ઇન્કાર કરતાં ધાક ધમકી આપી હોવાથી સગીરાએ હા પાડી હતી. ત્યારબાદ ત્રણ મહિનાથી ફોન પર વાત કરીને ઘરે આવતો જતો હતો.  બે મહિના પહેલા આરોપી સ્કૂલે આવ્યો હતો અને બાઇક પર બેસાડીને તેના ઘરે લઇ ગયો હતો અને લગ્નની લાલચ આપીને શરીર સબંધ બાંધ્યો હતો  ત્યારબાદ પિતા અને ભાઇને મારવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. જો કે મહિના પહેલા સગીરા સગર્ભા બન્યાની જાણ થતાં આરોપીએ દવા મોકલાની વાત કરીને દવા મોકલી ન હતી બે મહિના બાદ સગીરાએ પરિવારજનોને વાત કરતાં અંતે આરોપી સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

(5:42 pm IST)