Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

નર્મદા જિલ્લામાં લમ્પી સ્કીન રોગ બાબતે તંત્ર એલર્ટ હજી સુધી કોઇ કેસ જોવા મળ્યો નથી

  (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લમ્પી સ્કીન રોગને લઈને તંત્ર સતર્ક, જોકે હજી સુધી કોઇ કેસ મળેલ નથી.
લમ્પી સ્કીન રોગ પશુઓમાં વાયરસથી થતો રોગ છે, જે ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળે છે. આ રોગમાં પશુઓને તાવ આવવો, શરીર ઉપર ચાંઠા પડવા, નાકમાંથી પ્રવાહી પડવું જેવા ચિન્હો જોવા મળે છે. આ રોગ માખી, મચ્છર તથા ઇતરડી કરડવાથી એક પશુઓમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. આ રોગ પશુઓમાં પશુઓમાં ન ફેલાય તે માટે નીચે મુજબના પગલા લેવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે.              
પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશુ રહેઠાણ સ્વચ્છ રાખવું, કાદવ કિચડ હોય તો વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરવી, પશુઓની ગમાણ સ્વચ્છ રાખવી, પશુઓના રહેઠાણમાં લીમડાના પાનનો ધુમાડો કરવો, માખી, મચ્છર તથા ઇતરડી પશુને ન લાગે તે માટે જંતુ નાશક દવાનો છંટકાવ કરવો, પશુઓના રહેઠાણની આજુબાજુ પાણી ભરાઇ રહેલ હોય તો દુર કરવુ, સારો ખોરાક અને પાણી આપવું જોઇએ           
પશુઓમાં લમ્પી રોગના ઉક્ત દર્શાવેલા પૈકીના લક્ષણો દેખાય તો તુરત જ 1962 હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરવો તથા નજીકના પશુ દવાખાનો અચૂક સંપર્ક કરવો. આ રોગના લક્ષણો પશુઓમાં દેખાય તો તાત્કાલિક પશુને બીજા નિરોગી પશુથી દુર બાંધવુ. બીજા પશુઓના સંપર્કમાં ન આવે તે મુજબ રોગીષ્ઠ પશુને અલગ બાંધવુ. રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનુ સ્થળાંતર બંધ કરવું. પશુની સારવાર માટે તાત્કાલીક પશુચિકિત્સા અધિકારીશ્રીને બોલાવવા અને તેમના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવી. આ રોગથી ગભરાવવાને બદલે તકેદારી રાખવાથી આ રોગ સંપુર્ણપણે નિયંત્રીત થાય છે.ની વાત પશુપાલન અધિકારીએ સૂચના આપી છે

(10:18 pm IST)