Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજપીપળા શહેરમાં બે મહિનામાં 40 જેવા ડેન્ગ્યુના કેસો નિકળતા આરોગ્ય વિભાગ દોડતું થયું

જોકે આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીન બગડેલા હોવાથી પાલીકા પાસે મદદ માંગી હોય પાલીકા દ્વારા ફોગીંગ કરાઈ રહ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં છેલ્લા બે મહિનામાં 40 જેવા ડેન્ગ્યુ ના પોજેટિવ કેસ નિકળતા આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે.
હાલ ચોમાસા નો સિઝન મા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો એ માથું ઊંચક્યું છે જેમાં રાજપીપળા શહેરમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અંદાજે 40 જેવા ડેન્ગ્યુના પોજેટિવ કેસો નોંધાયા હોય આરોગ્ય વિભાગની ટિમો જેતે વિસ્તરાઓમાં અટકાયતી પગલાં અને સર્વે ની કામગીરી કરી રહી છે,જોકે ખાસ ફોગીંગ ની તાતી જરૂરિયાત હોય પરંતુ આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીનો બગડેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે હાલ આરોગ્ય વિભાગે નગરપાલિકા ને લેખિત જાણ કરી પાલીકા ના મશીનો દ્વારા ફોગીંગ કરવા જણાવ્યું છે ત્યારે હવે શહેરમાં ફોગીંગ ની કમગીરી ક્યારે થશે એ જોવું રહ્યું.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે સિઝન માંજ આરોગ્ય વિભાગના ફોગીંગ મશીનો બગડ્યા હતા ત્યારે સિઝન પહેલા કેમ તેને રીપેર કે નવા મશીનો નું આયોજન કરવામાં આવતું નથી..?
 આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા એ જણાવ્યું કે આરોગ્ય વિભાગ માંથી ફોગીંગ મશીન માટે લેટર આવ્યો હતો,અમારા દ્વારા ફોગીંગ  ની કામગીરી ચાલુ જ છે.

(12:28 am IST)