Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કર્મચારીએ :.૧.૬૨ લાખ ચોર્યા, CCTVમાં ઝડપાયો

લગ્નસરામાં શેરવાનીના શો:મમાં ચોરી : કોરોનાના કારણે આ વખતે લગ્નની સિઝન સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધા કરનાર લોકો મંદીમાં સપડાઈ ગયા છે

અમદાવાદ,તા.૨૮ : કોરોના ના કારણે આ વખતે લગ્નની સિઝન સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધા કરનાર લોકો મંદીમાં સપડાયા છે. ત્યારે માંડ માંડ કમાણી કરનાર એક શો :મમાં તેનો જ કર્મચારી કમાણીના તમામ પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. લગ્નની સિઝનમાં જ શૂટ શેરવાની ના શો :મ માં ચોરી કરનાર કર્મચારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્રેક ટાઈમ માં કર્મચારીઓ શો:મમાં આઘા પાછા થતા આ કર્મચારીએ કેશ કાઉન્ટર માંથી ૧.૬૨ લાખ :પિયા ચોરી લીધા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા નવરંગપુરા પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં રહેતા ગૌરાંગભાઈ ગાળીયા સીજી રોડ પર શુટ શેરવાની ભાડે આપવાનો ધંધો કરે છે. હાલ કોરોના ને કારણે સરકારે લગ્ન માટે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેના કારણે સિઝન ઠપ જોવા મળી રહી છે. માંડ માંડ થોડી ઘણી કમાણી હાલ આ વેપારીઓને થઈ રહી છે.

            ત્યારે આ શો:મના વેપારી ના ત્યાં કામ કરતા એક કર્મચારીએ કેશ કાઉન્ટરમાંથી ૧.૬૨ લાખ ચોરી લીધા હતા. આજે બપોરે બ્રેક ટાઈમ પડ્યો ત્યારે કર્મચારીઓ આઘા પાછા થયા હતા અને ત્યારે જ અહીં કામ કરતા જીગર પરમારે તે તકનો લાભ ઉઠાવી કેશ કાઉન્ટર પાસે આવ્યો હતો. આસપાસ જોઈને તેણે ગણતરીની મિનિટમાં કેશ કાઉન્ટરની ચાવી લઈ ડ્રોઅર ખોલી તેમાંથી ૧.૬૨ લાખ ચોરી લીધા હતા. અન્ય સ્ટાફ મેમ્બર આવી જતા તે ફોન લેતો હોવાનું જણાવી ત્યાંથી ભાગી ગયો હતો. આખરે સીસીટીવી કેમેરા તપાસતા ચોરીની ઘટના સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ શ: કરી છે. ઉલ્લેખનીય છે કે જે નાણાં ચોરી થયા હતા તે ગ્રાહકોએ શૂટ શેરવાની ભાડે લીધા હતા તેની ડિપોઝીટ ના હતા અને આરોપી એક વર્ષથી અહીં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

(8:53 pm IST)