Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

શું વાત કરો છો? રાધિકાને જોડિયા બહેન છે!

સિરીયલ વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્‍સામાં નવો વળાંક

(કેતન ખત્રી), અમદાવાદઃ વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્‍સેએ વિવિધ મુદ્દાઓ અદભુત રીતે હાથ ધરીને અને દર્શકોના મન જીતીને સૌથી મનોરંજક છતાં વિચારપ્રેરક ટીવી શોમાંથી એક તરીકે ખ્‍યાતિ પ્રાપ્ત કરી છે. આગામી એપિસોડમાં અણ્‍ણા કેનિયાની સહેલગાહે જાય છે. જંગલ સફારી માણ્‍યા પછી અણ્‍ણા રાધિકાને ફોન કોલ કરીને ચોંકાવનારી વાત કરે છે. નવા નવા વળાંકો છતાં વાગલે પરિવારની સવાર સામાન્‍ય રીતે ઉષ્‍માભરી અને આનંદિત હોય છે. જોકે આ ચોકકસ સવાર અલગ હશે, કારણ કે વાગલે પરિવારમાં દિવસ રાધિકાના ફોન કોલથી શરૂ થાય છે, જેમાં નાસ્‍તાના ટેબલ પર બેઠેલા બધાને આંચકો લાગે છે. અણ્‍ણા કેનિયાની જંગલ સફારીની વાતો કરે છે, જેમાં રાધિકાએ અસ્‍સલ તેના જેવી જ કોઈકને જોઈ એવું જણાવે છે, જેને લઈ બધા જ સ્‍તબ્‍ધ રહી જાય છે!આ પછી એવી માહિતી બહાર આવે છે કે રાધિકાને રૂબી નામે જોડિયા બહેન હતી, જેને આફ્રિકામાં સ્‍થળાંતર કરનારા પરિવારે દત્તક લીધી હતી. બંને બહેનો સમાન દેખાતી હોવા છતાં તેમનું વ્‍યકિતત્‍વ અલગ છે.

(3:39 pm IST)