Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગરુડેશ્વરના કેવડીયા ખાતે કોંગ્રેસના 136 મા સ્થાપના દિવસની ઉજવણીમાં કોંગી કાર્યકરો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૨૮ ડિસેમ્બર એટલે કે કોંગ્રેસના 136 સ્થાપના દિવસ પર ગુજરાત પ્રદેશ દ્વારા સૂચના મળતા નર્મદા જિલ્લામાં દરેક કોંગી કાર્યકરોના ઘર પર કોંગ્રેસનો ઝંડો ફરકાવીને કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી એ તબક્કે ગરુડેશ્વર તાલુકામાં કેવડિયામા કોંગ્રેસના કાર્યકરો ભેગા મળીને કોંગ્રેસનો ઝંડો ફરકાવીને સ્થાપના દિવસ ઉજવ્યો હતો.
 નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઈ તડવી મહિલા અગ્રણીઓ અને કોંગ્રેસના જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસનો 136 મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો.

(11:12 pm IST)