Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રાજપીપળાના અનેક વિસ્તારોમાં આજે હોળી પ્રગટી: દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં આજે સાંજે હોળી પ્રગટાવી ભક્તોએ પુંજા કરી પ્રદક્ષિણા કરી હતી જોકે દર વર્ષ કરતા આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને લઇ તેમાં પણ છેલ્લા પાંચેક દિવસો થી રાજપીપળામાં કોરોનાના વધુ કેસ જોવા મળતા લોકોમાં ભય હોવાથી દરેક વિસ્તારમાં પરંપરા મુજબ કોવિડના નિયમોનુસાર હોળીની પુંજા કરવામાં આવી હતી સાથે સાથે આવનારા દિવસોમાં કોરોના સંક્રમણ ઘટે અને લોકો સ્વસ્થ રહે એ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

(10:25 pm IST)