Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

સુરતમાં દેહવેપારના ધંધામાં કમિશન કટકટાવનાર વેરાવળ પંથકના વિજયની હત્યાના આટાપાટા: કામરેજમાં દેહવ્યવપાર કરાવતા શખ્સ ભરત કુકડીયાને પત્રકારની ઓળખ આપીને વિજય પૈસા ઉઘરાવતો'તો

સુરતના કામરેજમાં થોડા સમય પહેલા વેરાવળના હડમતિયા ગામના વિજય દેસાણીની હત્યા થઈ હતી. આ વિજય કામરેજમાં દેહવ્યવપાર કરાવતા શખ્સ ભરત કુકડીયાને પત્રકારની ઓળખ આપીને પૈસા પડાવતો હતો. તેમની વચ્ચે વિવાદ થતા ભરતે વિજયને સાયણ ગામે બોલાવીને ઠંડા પીણામાં ઘેનની દવા નાખીને  બે યુવકોની મદદથી વિજયની છરી ના ઘા મારીને હત્યા કરી નાખી હતી, બાદમાં લાશને સળગાવી છરી તથા મોબાઈલને કેનાલમાં નાખી તેઓ ભાગી છૂંટયા હતા. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી આરોપી ભરત કુકડીયા સહિત બે યુવકોની ધરપકડ કરી છે.

વિજય દેસાણીની હત્યા મામલે પોલીસની વિગતો મુજબ, નાના વરાછા નટવરનગરનો નિવાસી આરોપી ભરત કુકડીયા સાયણ ગામે ચોરી છુપી એક મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. ત્યાં એક યુવતી સાથે મૃતક વિજય દેસાણીની મુલાકાત થઈ હતી. વિજય પોતે પત્રકારની ઓળખ આપી આ યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસે કમિશન લેતો હોવાનો આક્ષેપ છે. વિજયના ત્રાસથી યુવતી વતન જતી રહી હતી. જેથી કમિશન માટે મૃતક વિજય આરોપી ભરતને હેરાન કરતો હતો. અંતે વિજયની હત્યા થઈ હતી

(11:08 pm IST)