Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રાજયમાં કોરોનાના કહેર વચ્ચે હોલિકાદહનના કાર્યક્રમો યોજાયા : હોળી પર્વની ઠેર ઠેર ઉજવણી

સામાજિક અંતરની સાથે સાથે દર્શનાર્થિઓએ માસ્ક પહેરીને હોળીના દર્શન કર્યા

અમદાવાદ : રાજયમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેરટની ગતિએ વધી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોરોનાકાળ વચ્ચે આજે રાજયભરમાં લોકોએ હોળીનું દહનના તહેવારની ઉજવણી કરી હતી. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે લોકોએ હોળીનું દહન કર્યું હતું.

અમદાવાદ આજે ઘણી જગ્યાએ હોળીના દહનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. શહેરના બોપલ અને શીલજ વિસ્તારોમાં હોળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. હેપ્પી હાઈટ્સ ખાતે રહિશોએ પણ કોરોના ન ફેલાય તેની સાવચેતી સાથે હોળીનું આયોજન કર્યુ છે. સામાજિક અંતરની સાથે સાથે દર્શનાર્થિઓએ માસ્ક પહેરીને હોળીના દર્શન કર્યા હતાં.

 સુરત શહેરમાં પણ હોળીના કાર્યકર્મો યોજાયા હતા. જેમાં લોકોએ હોલિકા દહનનું આયોજન કર્યું હતું. વર્ષોથી આ સ્થળ પર લોકો હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ભાવિક ભક્તો હોલિકા પૂજન માટે ઉમટ્યા હતા.

ગાંધીનગરના પાલજમાં જિલ્લાનું સૌથી મોટું હોલીકા દહન થયું હતું. મોટી સંખ્યમાં લોકો દર્શન કરવા માટે આવ્યા હતા. કોરોનાને લઈને અંગારા પર ચાલવા પર આ વખતે પ્રતિબંધ મૂકાયો હતો. હોલીકા દહન બાદ જલ્દી પૂર્ણ કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હતો. આ વર્ષે બહારના લોકોને પાલજ હોળીના દર્શન કરવા એન્ટ્રી હતી નહીં

(11:04 am IST)