Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

મહેસાણા જિલ્લામાં એક વર્ષની બાળકી સહિત વધુ 24 લોકો કોરોનામાં સપડાયા : ભારે ફફડાટ

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૩૭ થઈ

મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ જ નથી લેતું. રવિવારે વિસનગરની એક વર્ષની બાળકી સહિત જિલ્લામાં વધુ ૨૪ કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેની સામે એક પણ કોરોનાગ્રસ્ત સાજા ના થયા હોઈ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૩૭ થઈ ગઈ છે.

મહેસાણા શહેરના મોઢેરા રોડ, ટીબી રોડ, ધરમ સિનેમા રોડ, તાલુકાના હેબુવા ગામે, તરેટી ગામે, ગોઝારિયા અને મેઘા અલિયાસણા ગામે મળીને કુલ ૮ કેસ, વિસનગર શહેરમાં એક વર્ષની બાળકી સહિત કુલ ૬ કેસ, કડી શહેરમાં ૧, ઊંઝા શહેરમાં ૩ અને કામલી ગામે ૧, ખેરાલુ શહેરમાં ૧, સતલાસણાના રાજપુરમાં ૧ તેમજ વિજાપુરના કેલીસણા, વડાસણ અને સોખડામાં ૩ કેસ નવા નોંધાયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે તો લોકોમાં હવે ફફડાટ વધી રહ્યો છે.

(11:07 am IST)