Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ પોઝિટિવ : કેસમાં સતત વધારાથી ફફડાટ: આરોગ્ય તંત્ર સાથે લોકોમાં ચિંતાની લાગણી

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે રવિવારે જિલ્લામાં વધુ ૧૧ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ સાથે ચિંતાની લાગણી વ્યાપી છે. જેમાં હિંમતનગરમાં ૦૮, પ્રાંતિજમાં ૦૨ અને ઇડરમાં ૦૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સાથે લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રવિવારે હિંમતનગરની જલારામ સોસાયટીમાં ૩૫ વર્ષીય પુરૂષ, શાંતિનગર સોસાયટીમાં ૨૬ વર્ષીય મહિલા, જીવનધારા સોસાયટીમાં ૨૮ વર્ષીય મહિલા, મારૂતીનગરમાં ૨૬ વર્ષીય પુરૂષ, જૂની સિવિલ પાસે ૨૫ વર્ષીય પુરૂષ, સીટી વિસ્તારમાં ૪૭ વર્ષીય મહિલા, સાચોદર ગામમાં ૭૫ વર્ષીય પુરૂષ તેમજ હાથરોલ ગામમાં ૬૨ વર્ષીય પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત પ્રાંતિજ શહેરના ગોપીનાથનગરમાં ૨૪ વર્ષીય મહિલા અને ૨૭ વર્ષીય પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે ઇડર તાલુકાના પૃથ્વીપુરા ગામમાં ૬૫ વર્ષીય મહિલા દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસનો આંક ૨૪૨૪ થઇ ગયો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં થયેલો વધારો ચિંતાજનક બન્યો છે.

(11:08 am IST)