Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

બનાસકાંઠા જિલ્લામાં વધુ 8 કેસ પોઝિટિવ :તમામ કેસ પાલનપુરમાં : છેલ્લા 5 દિવસમાં 39 કેસ નોંધાયા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોના વધુ 08 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર જારી રહેવા પામ્યો છે. ત્યારે જિલ્લામાં આજે વધુ 08 કેસ કોરોના પોઝેટીવ આવ્યા હતા. જેમાં તમામ કેસ જિલ્લા મથક પાલનપુરમાં 08 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આમ, જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ 39 કેસ નોંધાયા છે. ત્યારે પાલનપુરમાં કોરોનાને નાથવામાં તંત્ર સાથે પ્રજાજનો પણ સહયોગ કરે તે જરૂરી બન્યું છે.

(11:08 am IST)