Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે નજીક ટેન્કરની હડફેટે બાઈક સવાર કર્મચારી પતિ-પત્ની સહીત બાળકનું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

જરોદ : હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર ભણીયારા ગામ પાસે એક ટેન્કરની અડફેટે બાઈકસવાર રેલવે કર્મચારી પતિ અને પત્ની તેમજ બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું.

વાઘોડિયા તાલુકાના ભણીયારા ગામ પાસેનાં પેટ્રોલપંપની સામે આજે સાંજે એક ટેન્કર હાલોલથી વડોદરા તરફ  જતી હતી. આ ટેન્કર ભણીયારા પાસેનાં પેટ્રોલપંપ પાસે વળાંક લેતું  હતું ત્યારે વડોદરાથી હાલોલ તરફ જતા મોરવાહડફનાં પરિવારની બાઇકને આ ટેન્કરે અડફેટે લેતાં અક્સ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર યુવાન, તેની પત્ની અને અને દોઢ વર્ષની બાળકીનું સ્થળ ઉપર જ ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.

આ અકસ્માતમાં એક અન્ય બાળકને ઇજા થઇ હતી. જરોદ આઉટ પોસ્ટ પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મરણ પામેલ ત્રણેની લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. સ્ટેટ હાઇવે પર સર્જાયેલા ગંભીર અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો. મરનારના સગાસંબંધીનો પોલીસે  સંપર્ક કરી તપાસ તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)