Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કોરોનાના કાળાકેર વચ્ચે સુરતીઓએ રંગેચંગે ઉજવ્યું ધુળેટીપર્વ

સતત પોલીસ પેટ્રોલિંગ હોવાથી લોકોએ પોતાના શેરી મહોલ્લા અને એપાર્ટમેન્ટમાં ઉજવણી કરી

સુરતમાં હાલ રોજના 600 કરતાં વધારે કોરાના પોઝિટિવ કેસો નોંધાઈ છે ત્યારે ધુળેટી પર્વ ની જાહેર માં ભીડ માં ઊજવણી નહિ કરવા અપાયેલી સૂચના બાદ લોકો એ શેરી મહોલ્લા માં ધુળેટી પર્વ મનાવ્યું હતું.

રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કોર્પોરેશન દ્વારા સુરતીઓને ધુળેટીમાં વધુ સંખ્યામાં એકત્રીત ન થવા માટે અપીલ કરી હતી. પરંતુ સુરતીઓએ તમામ સૂચનાઓ અને બાજુ પર રાખીને મન ભરીને ધુળેટીની ઉજવણી કરી હતી. સવારથી જ નાના-મોટા સૌ કોઈ એકબીજા ઉપર રંગ ઉડાડીને ધુળેટીની મોજ માણી હતી.રસ્તાઓ પર સતત પોલીસ પેટ્રોલિંગ હોવાથી લોકોએ પોતાના શેરી મહોલ્લા અને એપાર્ટમેન્ટમાં ઉજવણી કરી હતી
સુરતના જાહેર રસ્તા ઉપર ધુળેટી રમવામાં ન આવે એના માટે પોલીસ પણ તકેદારી રાખી રહી છે.

કોર્પોરેશનના અધિકારીઓ પણ અલગ-અલગ વિસ્તારમાં ફરીને લોકો મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તેના માટે કામગીરી કરી રહ્યાં છે. પરંતુ લોકો પોતાની સોસાયટીમાં અને એપાર્ટમેન્ટમાં ધૂમધામથી ધુળેટીની ઉજવણી કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. સોસાયટીઓમાં અને એપાર્ટમેન્ટમાં ડીજેના તાલે સુરતીઓ ઝૂમતા દેખાયાં હતાં. પોતાના પરિવારના લોકો તેમજ સોસાયટીમાં રહેતા લોકો સાથે રંગોની ઉજવણીમાં કોરોના સંક્રમણનો કોઇ ભય ના હોય તે રીતે ઉત્સાહ પૂર્વક ધુળેટીનો આનંદ માણ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધુળેટીની ઉજવણી કરતા જોવા મળ્યાં હતાં.
આમ સુરત માં ધૂળેટી પર્વ ની ઠેર ઠેર રંગેચંગે ઉજવણી થઈ હતી.

(7:20 pm IST)