Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવતા 32 ડોકટરો તૈનાત વધુ 15 ડોકટરો પહોંચશે :ગોત્રી હોસ્પિટલમાં 24 કલાક માટે ઉભો કરાશે નિયંત્રણ કક્ષ

વધુ 15 તબીબોને ભાવનગરથી વડોદરા પહોંચી જવા સૂચના : 64 નર્સિંગ સહાયકોની સેવા ઉપલબ્ધ કરાવાઈ

કોરોના ની સ્થિતિ વકરતી પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તત્કાળ વડોદરા માં 32 જેટલા નિવાસી વડોદરા શહેરમાં મોકલી આપ્યા છે અને વધુ 15 તબીબોને ભાવનગરથી વડોદરા પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 64 નર્સિંગ સહાયકોની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ખાસ ફરજ પરના અધિકારીઓ એ આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં 408 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બેડ, વેન્ટિલેટર, દવાઓ, ઉપકરણો અને સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યો છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને તાકીદની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કોવિડ આઇસીયુની સામે 24 કલાક કાર્યરત રહેનારા આ નિયંત્રણ કક્ષમાં બાયો મેડિકલ ઇજનેર, ફાયરમેન ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર અને અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ રહેશે.

વધુમાં ગોત્રી હોસ્પીટલમાં ઉપલબ્ધ 100 પૈકી 54 વેન્ટિલેટર પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જે પૈકી 2 ઇનવેઝિવ અને 52 બાયપેપ મોડ પર છે.આઇસીયુના 133 બેડ પર દર્દીઓ છે અને 67 બેડ હજુ ખાલી છે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સારવાર ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કુલ 305 દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી આઇસીયુ માં 109 દર્દીઓ છે. હાલમાં આઇસીયુ ના 91 સહિત કુલ 270 બેડ ખાલી છે. અહીં 5 દર્દીઓ ઇનવેઝીવ વેન્ટિલેટર પર અને 56 બાય પેપ મોડ પર છે અને 39 વેન્ટિલેટર ખાલી છે.
આમ વડોદરા માં કોરોના ના કેસો ને પહોંચી વળવા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.

(9:23 pm IST)