Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હંમેશા સેવાકીય પ્રવૃતિ કરતા રાજેન્દ્ર.શાહ દંપતિનું સમસ્ત તિલકવાડા પરિવાર દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વલ્લભ ને શરણે રહીયે , રહીયે આનંદમાં એમનો જીવન મંત્ર એવા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી,ડભોઇ દશાલાડ સમાજના મીડિયા કમિટીના સભ્ય  પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજીના સિદ્ધાંતોને વેગવાન બનાવતા રાજેન્દ્ર.જે .શાહ .પ્રીતિબેન શાહ જબુગામ વાળા દંપત્તિ નું સમસ્ત તિલકવાડા પરિવાર દ્વારા તેઓની વૈષ્ણવ સમાજ,મુંગા પશુઓ પ્રત્યે નો પ્રેમ અને પુષ્ટિ સંપ્રદાયમાં અને અન્ય સામાજિક, આરોગ્ય લક્ષી,શૈક્ષણિક સેવાઓને અનુલક્ષીને તેઓની રચનાત્મક કાર્યશૈલીને સમસ્ત તિલકવાડા પરિવાર દ્વારા રે હોળી રશિયાના કાર્યક્રમમાં ડભોઇ દશાલાડ ભવન ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી,મૉ રેવા ના તટે રહેતા સંત ડોક્ટર ચંદ્રમોલી મહારાજ તિલકવાડા ની ઉપસ્થિતિમાં ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ ના કરકમલો દ્વારા સ્મૃતિચિન્હ આપીને સેવાકીય કાર્યશૈલીને  બીરદાવી વિશિષ્ટ સન્માન કરાયું હતું.રાજેન્દ્ર શાહ દંપતિ દ્વારા તિલકવાડા વૈષ્ણવ પરિવાર,  આયોજકો નો હૃદય પૂર્વક આભાર માનીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 

   રાજેન્દ્ર શાહ દંપતિ ને દીકરી એટલે વ્હાલનો દરિયો,એમ બે દીકરીઓ શ્રેયા ઉફૅ ઝમકુ અને માનસી બંને ફાર્માસિસ્ટ અભ્યાસ તેઓ પણ પુષ્ટિ સંપ્રદાયની પતાકા પરદેશમાં ફેલાવી રહ્યા છે તે બંને કેનેડામાં છે.આનંદીબેન 88 વર્ષના માતૃ સાથે વડોદરામાં મહાલક્ષ્મી પાર્ક સોસાયટી માં રહીને જન સેવા એ પ્રભુ સેવા એ સિદ્ધાંતો અનુસાર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મદદરૂપ બની રહ્યા છે.

   
(12:17 am IST)