Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ધૈરૈયાઓના ગીતે ચૂંટણી પૂર્વે ધૂમ મચાવી.:કોલીવાડામાં હજી રસ્તો બન્યો નથી,ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયારે મનસુખ… પણ રોડ ન બન્યો ગીતે ભારે કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીનું પર્વ દિવાળી જેવું હોય છે, હાલમાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે અને બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે. હોળીના પર્વ દરમિયાન આદિવાસી લોકો ઘેરૈયા બની રમતા હોય છે

ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લા સહિતના કેટલાક જિલ્લાઓમાં આ ઘેરૈયાઓ દ્વારા મનોરંજન ની સાથે સાથે તેમની પરંપરા પણ જળવાઈ છે અને હાલમાં ચૂંટણી પૂર્વે જ ધૈરૈયાઓએ બનાવેલું એક ગીત સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયું છે. આદિવાસી ઘેરૈયોઓ દ્વારા ગવાતું ગીત....મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા. તીન તીન વરહ વીતીજીયે, રોડ ન બન્યા રે મનસુખ ગયા, જબરે યાદ કરતે થે, વલા વલા આવજ રે નું કહેણ કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે.આ વીડિયો નેત્રંગ તાલુકાનું કોલીવાડા ગામ કે જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પેહલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા.જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે.. ગીત ગાય સાદ આપ્યો છે.અને હાલ આ ગીત સોશિયલ મીડિયા માં ભારે વાયરલ થઇ રહ્યું છે.

(12:50 am IST)