Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

બગોદરા-અમદાવાદ-રાજકોટ હાઇવે નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી

બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોટાપાયે બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી બાવળા પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન સાણંદ ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક કાર પસાર થતાં તેને રોકી તેની તલાસી લેતાં એક શખ્સને ઈંગ્લીશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરફેરી અને કટીંગ થતું હોવાની બાતમીના આધારે બાવળા પોલીસે નેશનલ હાઈવે પર સાણંદ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં એક કાર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૬ કિંમત રૂા.૧,૬૮,૦૦૦ તથા બીયર ટીન નંગ-૧૪૪ કિંમત રૂા.૧૪,૪૦૦ તથા કાર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૬,૮૨,૪૦૦ સાથે એક શખ્સ અબ્દુલકાદર ગફારભાઈ ડોસાણી રહે.રામપુરા જી.મહેસાણાવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(4:36 pm IST)