Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એટીએસનો વધુ એક સપાટો : ગોધરા બાદ સુરતમાં 1,49 કરોડથી વધુની જૂની ચલણી નોટ ઝડપાઇ : પ્રવીણ ઉર્ફે પવુંની અટકાયત

ગોધરામાંથી ઝડપાયેલ જૂની નોટ અંગે પૂછપરછમાં સુરતનું કનેક્શન ખુલ્યું

સુરત : ગુજરાત એસટીએસએ વધુ એક સપાટો બોલાવ્યો છે ગઈકાલે ગોધરામાંથી 5 કરોડની નોટો પકડાયા બાદ એટીએસને મળેલી બાતમીને આધારે સુરતના અમરોલી વિસ્તારના મકાનમાંથી 500 અને 1000નાં દરની રદ થયેલ 1,49,22,000ની જુની ભારતીય ચલણી નોટોની સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સાથે એટેચ મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પિનાકીન પરમારે ગુપ્ત બાતમીને આધારે અમરોલી મોટા વરાછા સુદામા ચોક પાસે રીવેરા બંગ્લોઝ સોસાના મકાન નં.16 ખાતે રેઈડ કરી પ્રવિણ ઉર્ફે પવુ કરશનભાઈ માંગુકીયાની અટકાયત કરી હતી.

  પ્રવિણ પાસે બંધ કરવામાં આવેલી ભારતીય ચલણી નોટો હોવાની માહિતી હતી,તેના ઘરની તપાસ કરતાં 500ના દરની નોટો નંગ 9728 કિમત 48,64,500 તથા 1000ના દરની જુની ચલણી નોટો નંગ 10,058 કિમત 1,00,58,000 મળી કુલ રુપિયા 1,49,22,000ની નોટો ઝડપી પાડવામાં આવી હતી.

  મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પીનકીન પરમારે ગઈકાલે ગોધરામાંથી જૂની ચલણી નોટોની સાથે જુબેર ઈશાક હયાત,ફારૂક ઈન્દ્રીશ છોટાની ધરપકડ કરી છે.નેની કડક પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ચલણી નોટો કોની છે, અને આટલી મોટી માત્રામાં ચલણી નોટો ક્યાંથી આવી એ તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સુરતનું કનેકશન સામે આવ્યું હતું. જેના આધારે સુરતમાં કાર્યવાહી કરવામાં આવી હતી.હાલમાં પોલીસ કેટલાક લોકોને હજુ શોધી રહી છે, જેમની ધરપકડ થતાં જૂની ચલણી નોટો બદલવાનું સૌથી મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રોડ પર ફિયાટ કારમાં બંધ થયેલી ચલણીનોટો મોટા પ્રમાણમાં હોવાની બાતમીના આધારે રાજકોટ ડીસીપી પોલીસે દરોડો પાડીને ફીયાટ કારમાંથી 1000 અને 500નાં દરની 96.50 લાખની કિંમતની જુની ચલણી નોટો ઝડપી પાડી હતી.પોલીસે ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.આ ચલણી નોટો સુરતથી વાંકાનેર લાવવામાં આવી હતી અને વાંકાનેરથી રાજકોટ નોટો બદલાવવા માટેલાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓ કેરિયર છે. તેમનું કામ ફકત નોટો પહોંચાડવાનું હતું.એક કરોડની જુની નોટો સામે 15 લાખની નવી નોટો મળશે તેવું જાણવા મળ્યું છે.

(10:12 pm IST)